Back

જૂનાગઢ લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા યોજાઈ મેરેથોન- ૨૦૨૦ : જેમા ૨૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો

જૂનાગઢ : લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તારીખ ૧૯-૦૧-૨૦૨૦ રવિવારના રોજ સવારના ૬:૦૦ કલાકથી જુનાગઢ મેરેથોન - ૨૦૨૦ નુ આયોજન કરેલ હતુ.

જેમા ૨૨૦ સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

આ મેરેથોનમાં ૨,૫,૧૦, ૨૧ કી.મી ની દોડમાં ૬ થી ૪૦ વર્ષના ભાઈઓ તથા બહેનો સહિત બાળકોની અલગ અલગ હરીફાઈ યોજાઈ હતી.

જેમાં ૧૯ થી ૪૦ વર્ષના ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ ક્રમે રામનિવાસ બીજા ક્રમે અનિલ કુમાર ત્રીજા ક્રમે પવાર યોગેશ કુમાર ચોથા ક્રમે મકવાણા રવિ કુમાર તેમજ પાંચમાં ક્રમે વાસણ વિશાલ વિજેતા થયા હતા.

તેમજ ૨૧ કી.મી. ની મેરેથોનમાં ૧૯ થી ૪૦ વર્ષના બહેનોમાં વિજેતા પ્રથમ ક્રમે મક્કા માનસીબેન તથા બીજા ક્રમે પ્રિયંકાબેન જોષી વિજેતા થયા હતા.

જ્યારે ૧૦ કી.મી. ની મેરેથોનમાં ૧૪ થી ૧૮ વર્ષ ભાઇઓમાં પ્રથમ ક્રમે પરમાર ભાવેશ, બીજા ક્રમે દયાતર પાર્થકુમાર, ત્રીજા ક્રમે સાબલિયા વિજય, ચોથા ક્રમે બાબરિયા વિનય, પાંચમાં કર્મે મક્કા હરવર્ધન બહેનોમાં પ્રથમ ક્રમે મક્કા વંદનાબેન, બીજા ક્રમે લાડુબેન મોર    ત્રીજા ક્રમે સુનરિયા ઈશા બેન તેમજ ચોથા ક્રમે ડેર પાયલ બેન વિજેતા થયા હતા.

તેમજ ૫ કી.મી.ની ફન રનમાં ૧૦ લક્કી ડ્રો તથા ૨ કી.મી.ની મેરેથોનમાં ૬ થી ૧૦ વર્ષની ચાઈલ્ડ રનમાં ૧૦ લક્કી ડ્રો થયા હતા.

જેમા કુલ ૩૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જેમા આજે આ મેરેથોનમાં નાના બાળકો આવી કડકતી ઠંડીમાં પણ સમય સર હજર રહિને ઉત્સાહથી સમય મર્યાદામાં અંદર દોડ પુરી કરી હતી.  

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોટ્સ સ્પોર્ટ્સ એકેડમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218