Back

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને યુવા હૃદય સમ્રાટ હાર્દિક પટેલ સામે રાજકિય કિન્નાખોરી રખાયાનો આક્ષેપ કરતા ભગુભાઈ વાળા

રાજદ્રોહ નાં કેશ હેઠળ યેન કેન પ્રકારે હેરાન કરાય રહ્યાનો આક્ષેપ

રામસિંહ મોરી – સુત્રાપાડા


ખેડૂતો-યુવાનો અને વિદ્યાર્થીઓના અધિકાર માટે લોકશાહી ઢબે અવાજ ઉઠાવનાર સાહસિક યુવાનેતા દ્વારા જન આંદોલનો કરતાં રાગદ્વેષ દાખવી રાજદ્રોહ નાં બહાના હેઠળ યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહેલ છે તેની સામે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા ખેદ વ્યક્ત કરી લોકશાહીના હિતમાં યોગ્ય કરવા માંગણી કરવામાં આવેલ છે...

‌            તકે વધુમાં કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ જણાવેલ કે યુવા નેતાને જ્યારથી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી હાઈ કમાન્ડે પાર્ટીને મજબૂત કરવા તેમની પસંદગી કરવામાં આવી છે ત્યારથી યુવા નેતા સામે પૂર્વગ્રહ રાખવામાં આવી રહેલ છે. આંદોલન કારી યુવા નેતા સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે જન આંદોલન દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતાઓ જ્યારે લોકો સમક્ષ ખુલ્લી પડવા સખ્ત કામગીરી કરી રહેલ છે ત્યારે યુવા નેતાની કામગીરી થી ગીન્નાઈને શાશક પક્ષ દ્વારા યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહેલ છે તે અયોગ્ય છે. યુવા નેતા આજે પણ તેમની અસરકાર કામગીરી બજાવી રહ્યા છે. હાલમાં તેઓ પાર્ટીને મજબૂત બનાવવા સખ્ત મહેનત કરી રહ્યાં છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને ગામડે ગામડે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચીને અસરકારક કાર્યક્રમ એવા '' સંવાદ'' કાર્યક્રમો યોજી સ્થાનિક આગેવાનોને સાથે રાખી નાનામાં નાના કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને દરેક વિસ્તારની સમસ્યાઓ વિશે જરૂરી ચર્ચાઓ કરી અને સમસ્યાઓની વિગતો મેળવીને તેને હલ કરવાના જરૂરી પ્રયત્ન કરી રહેલ છે અને હાલની કેન્દ્ર અને રાજ્ય સરકારો રોજગારી-મોંઘવારી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સતંદર નિષ્ફળ રહી છે ત્યારે સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી ખુલ્લી પાડવાનું કામ કરતાં યુવા નેતા સાથે આવો દૂર વ્યવહાર લોકશાહી માટે કલંક રૂપ બની રહ્યાનું કોંગ્રેસ અગ્રણી ભાગુભાઈ વાળા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.