Back

જંબુસર-ભરૂચ હાઈવે માર્ગ પર વાનીના પોંક ની બોલબાલા ભાવ આસમાને છતાં પોંક પ્રેમીઓ ખાવામાં વ્યસ્ત.

જંબુસર-ભરૂચ હાઈવે રોડની બંને સાઈડમાં વાનીના પોંક ના વેચાણ કેન્દ્રો શરૂ થઈ ગયા છે.જુવારના પોંક જ વાનીનો પોંક તરીકે ઓળખાય છે. જેનો રસાસ્વાદ માણવાનો આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઉપરાંત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારની જનતા ભરપુર લાભ ઉઠાવી રહી છે. આ વિસ્તાર ના કેટલાક ખેડુતો માત્ર પોંક માટે જ જુવારની ખેતી કરે છે તેનો ભાવ પર વેપારીઓ સારો આપતાં હોવાથી ખેડુતોને આ પાક લાભદાયી પુરવાર થયેલ છે.જંબુસર-ભરૂચ હાઈવે માર્ગ ઉપર જંબુસર-સુડી પાટીયું સમની સ્ટેશન  દયાદરા દેરોલજીન વ્હાલુપાટીયાં અને થામ વિગેરે સ્ટેશન ઉપર પોંક ના સેન્ટરો  ખુલી ગયા છે.પોંક ની સાથે લીંબુ તેમજ તીખી સેવનું મિશ્રણ કરવાથી પોંક ની સ્વાદિષ્ટતામા વધારો થાય છે. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પોતાના વાહનો રોડની સાઈડમાં મુકી પોંક સેન્ટરોવાળો પાસેથી પ્રતિ કીલો દીઠ રૂપિયા ૪૦૦ ના ભાવે ખરીદી રહયા છે.પોંક ની સાથે પણ તીખી સેવનું પણ સારા પ્રમાણમાં વેચાણ થાય છે.સેન્ટરોવાળા રોજનાં ૧૦ થી ૧૫ કીલો પોંક નું પ્રતિદિન વેચાણ કરી લેતાં હોય છે.જંબુસર  હાઈવે રોડ પર તો હવે માત્ર પોંક જ નહી બોર જમરૂખ તુવેરસીંગ શિંગોડા નું પણ વેચાણ થઇ રહયું છુ.શિયાળા ની ગુલાબી ઠંડીમાં પોંક આરોગવાની મઝા પડતી હોય છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..