Back

કાલોલ માં મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાશાહ રિફાઈની યાદમાં ગરીબોને હૂંફ આપવાનું ભગીરથ કાર્ય કરાયું

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલમાં રિફાઇ કમેટી દ્વારા સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહએ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ સલીમુલ્લાશાહ રિફાઈ સાહેબે મુસ્લિમ સફર મહીનાની ૨૫ તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી. ત્યારથીજ દર મહિનાની ૨૫ તારીખે  કાલોલ રિફાઇ કમેટી પરીવાર દ્વારા મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈની માસીક પૂણ્યતિથિ નિમિત્તે નિરાધાર રસ્તા ફુટપાથ પર વસ્તા અત્યંત ગરીબ લોકોને પેટભરીને ભોજન વિતરણ કરી માનવતાની સુવાસ પ્રસરાવી સેવાકાર્ય કરાવાની પહેલ કરવામાં આવી છે જેમાં કાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રાજમાર્ગો,ફુટપાથ પર રહેતા ગરીબોને ભોજન વિતરણ કરી પ્રસંશનીય કાર્ય શરુ કર્યું છે. ત્યારે કાલોલ રિફાઈ કમેટી પરીવાર દ્વારા આવી સેવાકીય પ્રવૃતિની સુવાસ મહેંકી ઉઠી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..