Back

અરવલ્લી :સાયરા ગામની યુવતીના મોત ને મામલે CID ક્રાઇમની SIT એ ત્રણ આરોપીઓ ને મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટ માં રજુ કરી 5દિવસના રિમાન્ડ માગ્યા

CID ક્રાઇમની SITએ ત્રણ આરોપીઓને મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા

બિમલ ભરવાડ અને જીગર પરમારના પીડિતા સાથેના સંબંધોની તપાસ કરવા SITએ રિમાન્ડની માંગણી કરી

SITએ જીગર પરમાર પાસેથી તેના મોબાઈલનું સીમ કાર્ડ જપ્ત કરવાનું જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યુ 

યુવતીના ગેંગ રેપ અને હત્યા કેસમાં આજે CID ક્રાઇમની SITએ મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 3 આરોપીઓને રજૂ કર્યા હતા. જેમાં CID ક્રાઇમની SITએ કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી બિમલ ભરવાડે પીડિતા સાથે 13 દિવસમાં એટલે કે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 214 વાર ફોન પર વાતચીત કર હતી. 18મી જાન્યુઆરીએ રાજ્યના પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપીને સોંપી હતી. તેના બીજા જ દિવસે SITએ કામગીરી આરંભી દીધી હતી અને 19 જાન્યુઆરીએ સ્થળ તપાસ કરીને યુવકની મળેલી લાશ સુધીની ઊંચાઈ માપી હતી અને પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.

CID ક્રાઇમની SITએ બિમલ ભરવાડ,દર્શન ભરવાડ અને જીગર પરમાર એમ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. SITએ આરોપી બિમલ ભરવાડ અને જીગર પરમારના પીડિતા સાથેના સંબંધોની તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. દરમિયાન SITએ આરોપી જીગર પરમાર પાસેથી તેના મોબાઈલનું સીમ કાર્ડ જપ્ત કરવાનું હોવાથી રિમાન્ડ જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..