Back

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ” પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું

શહેરા 


શહેરા એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે માર્ચ મહિના મા યોજાનાર  એસ. એસ.સી.અને  એચ.એસ.સી બોર્ડ ની  પરીક્ષાને લઇને   જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા '''' પરીક્ષા  પે ચર્ચા '''નો કાર્યક્રમ નું આયોજન કરવામા આવેલ હતુ  જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નગર વિસ્તારની ૬ જેટલી શાળાઓમાં ધોરણ-10 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિર્ભય રીતે પરીક્ષા આપવા માટે માર્ગદર્શન આપ્યું હતુ



શહેરા એસે .જે.દવે હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા  માર્ચ મહિનામાં આવતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇને ''' પરીક્ષા પે ચર્ચા '''  કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક શાળા તેમજ શારદા મંદિર હાઇસ્કુલ, મોડેલ  સ્કૂલ, જે.જી. વિદ્યાલય, મરડેશ્વર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ તેમજ સર્વોદય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ ને જિલ્લા શિક્ષણાધિકારી બી .એસ .પંચાલ, શિક્ષણ નિરીક્ષક જીગ્નેશ ભાઈ. એચ .પટેલ , મોડલ સ્કૂલ ના  જશવંતભાઈ પરમાર ,શિક્ષણ નિરીક્ષક કે .જે .ડીંડોર તેમજ વિપુલ ભાઇ પાઠક એ 

  આગામી માર્ચ 2020 માં યોજાનાર એસ એસ સી અને એચ એસ સી ની પરીક્ષા મા કેવી રીતે તૈયારી કરવી, પેપર કેવી રીતે લખવું તેમજ કોઈ પણ પ્રકાર ના ડર વગર પરીક્ષા ને ઉત્સવ સમજી તેની તૈયારી કરી સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થવું તેમજ  વાંચવા માટે સમય પત્રક બનાવા વિશે ઘણી બધી માહિતી આપી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીઓ એ તેમને મુંજ્વતા પ્રશ્નો પૂછી તેમના પ્રત્યુતર મેળવ્યા હતા. વિદ્યાર્થીઓ ને પરીક્ષા ને લગતી તમામ ખોટી માન્યતાઓ દૂર કરી, પરીક્ષા એ જીવન નહીં પરંતુ જીવન નો માત્ર એક ભાગ છે તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યુ  હતુ આ ''પરીક્ષા પે ચર્ચા '' ના કાર્યક્રમમાં  6 શાળાના ધોરણ-10 અને 12ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વિષય લેતા  શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આવનાર  બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ  પરિક્ષાલક્ષી જ્ઞાન મેળવ્યું હતુ


રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..