Back

ઉમરપુર ગામની વિદ્યાર્થીની પાનમ કેનાલમાં લપસી પડતા વહીવટી તંત્રમાં દોડધામ

શહેરા 



શહેરા ના  ઉમરપુર ગામ પાસે પસાર થતી   પાનમ હાઈલેવલ કેનાલમાં  શાળાથી છૂટીને ઘરે જતી ધોરણ  9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નો  પગ લપસી પડતા ખાબકી  હતી  મામલતદાર ,પોલીસ સહિતના તંત્રને બનાવની જાણ થતા સ્થળ પર દોડી  આવ્યા હતા .અંધારૂ  થતા  પાણી ભરેલ કેનાલમાં વિદ્યાર્થીની  ને શોધવાની કામગીરી  બંધ કરાઇ હતી બુધવારની સવારે  ફાયર બ્રિગેડ સહિતની  ટીમ દ્વારા વિદ્યાર્થીનીને શોધવાની કવાયત કરવામાં આવશે..



શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસે  પાનમ હાઇ લેવલ કેનાલ પસાર થાય છે પાનમ હાઈલેવલ કેનાલની પાસે આવેલ ધાવડિયા ગોળા  ફળિયા રહેતી પારૂલબેન મોહનસિંહ મકવાણા જીવનપથ હાઈસ્કૂલ માં ધોરણ નવ માં અભ્યાસ કરે છે શાળા છૂટયા બાદ પારૂલ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે પાણીથી છલોછલ   પાનમ હાઈલેવલ કેનાલમાં  પગ લપસી પડ્યો હતો જોત જોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી તે સમયે ત્યાંથી પસાર થતા સ્થાનિક ગ્રામજને વિદ્યાર્થિની ને પાણીમાં ભરેલ કેનાલમાં  પડતા જોતા બૂમાબૂમ કરી મૂકી હતી જેને લઇને  આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા બનાવાની જાણ મામલતદાર મેહુલ ભરવાડ અને પોલીસ મથકના પી.એસ.આઇ લક્ષ્મણસિંહ પરમાર ને થતા  તેઓ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા જોકે અંધારૂ થઈ જતા પાણી ભરેલ કેનાલમાં વિદ્યાર્થીની પારૂલ ને શોધી  શક્યા ન હતા જ્યારે વિદ્યાર્થિનીના પરિવારજનો ના રોકકળ થી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી  બુધવારની સવારે ફાયર બિગેડ સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થિનીને પાણી ભરેલ કેનાલમાં શોધવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે બનેલ બનાવને લઇને મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા


રીપોર્ટર જીગ્નેશ .શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..