Back

ટંકારા: હમીરપર ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર (વાયા મિતાણા) ગામે શ્રી પટેલ સમાજવાડી કમાઉન્ડમાં આગામી તા.૨૭-૦૧-૨૦ ના રોજ સ્વ.ઓધવજીભાઈ તળશીભાઈ ભોરણીયા (ઓ.ટી.ભોરણીયા) ની ત્રીજી પુણ્યતિથિને ભાવાંજલી રૂપે તથા સમાજવાડીના નિર્માણ હેતું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે.

જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.૨૭-૦૧‌-૨૦ ના રોજ કથાનો પ્રારંભ થશે. અને તા.૨-૦૨‌-૨૦ ના કથા પૂર્ણાહુતિ પામશે. આ કથામાં વ્યાસપીઠે શ્રી નિલકંઠ વિદ્યાપીઠ, હૈદરાબાદના પ.પુ.પૂરાણીશ્રી હરિદર્શન સ્વામી પોતાની સુમધુર મુદુ ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથામાં તા.૨૭ના સવારે ૮ કલાકે પોથીયાત્રા, તા.૩૦ ના સાંજે ૪ કલાકે શ્રી રામ જન્મોત્સવ અને સાંજે ૫:૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.૩૧ ના શ્રી કૃષ્ણલીલા ગોવર્ધનલીલા અને તા.૧‌-૦૨-૨૦ ને શનિવારના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૨-૦૨-૨૦ ને રવિવારના રોજ કૃષ્ણ-સુદામા મિલન જેવા પાવન પ્રસંગો આવશે. આ કથામાં પધારવા પટેલ સમાજ નિર્માણ સમિતિ તથા સમસ્ત હમીરપર ગ્રામજનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

પ્રેસનોટ તથા જાહેરાત આપવા સંપર્ક કરો.

મો.96875 22525


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..