Back

જુનાગઢ અપહરણ થયેલ સગીરાને શોધવા ગરીબ પરિવારનો રઝળપાટ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉઠાવી જનાર ઢગાને પકડવામાં મહિના પછી પણ પોલીસનો ટૂંકો પડતો પન્નો

જુનાગઢ : મૂળ કેશોદના મઘરવાડા ગામના વતની અને હાલ ડેરવાણ ગામ રહી ખેત મજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આહિર પરિવારની સગીરાને મૂળ અજબનો વતની અને હાલ  કેશોદ રહેતો  ઇસમ ગત તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઉઠાવી જતા આ  અંગેની  જાણ  પોલીસને કરતા પોલીસે ૨૧ ડિસેમ્બરના રોજ આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો હતો.

હાલ એક મહિના જેવા સમયગાળો વીતી જવા છતાં સગીરાના પરિવારને સગીરા ની ભાળ ના મળતા જાતે પરિવારે સગીરાને શોધવા રઝળપાટ શરૂ કર્યો છે.

આ અંગે સગીરાના પરિવાર પાસેથી  પ્રાપ્ત  વિગતો અનુસાર મૂળ કેશોદના મઘરવાડા ગામ ના વતની અને હાલ ડેરવાણ રહેતા અને ખેત મજુરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આહિર પરિવારની ૧૬ વર્ષ ની સગીરાને તેમના પિતાને અને ભાઇને જાનથી  મારી નાખવાની ધમકી આપી ગત ડિસેમ્બર માસની ૧૭મી તારીખે સવારના સુમારે મુળ અજાબ ગામનો અને હાલ કેશોદ માં રહી કારખાનામાં મજૂરી કામ કરતો નિલેશ પરબત મેતા ઉંમર  વર્ષ આધેડ વાળો સગીરાને બદકામ કરવાના ઈરાદે ઉઠાવી જતા

આ અંગેની સગીરાના પિતાએ કેશોદ પોલીસ ને ફરિયાદ આપતા પોલીસે ગત તારીખ ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ આઇ.પી.સી કલમ ૩૬૩  તેમજ ૩૬૬ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લી્ધાનો પરિવારે વસવસો વ્યક્ત કર્યો હતો. 

પોલીસની કાર્યવાહી અસરકારક ના લગતા પરિવારે જાતે રઝળપાટ કરી સગીરાને શોધવાનું શરૂ કર્યું છે.

સરકારની બેટી બચાવો બેટી પઢાવો તેમજ મહિલા સુરક્ષાને લગતી વાતો વચ્ચે સગીરાનો પરિવાર હાલ પોલીસ કાર્યવાહીથી ભારોભાર અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

આગામી સમયમાં હજુ પણ પોલીસ દ્વારા આજ રીતે ઉદાસીન વલણ અપનાવાશે તો પરિવાર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્ય સરકારના જવાબદારોના ન્યાય માટે દરવાજા ખખડાવશે તેમજ ન્યાય નહીં મળે તો વધુમાં પરિવાર સાથે આંદોલનના માર્ગે  ઉતરવા પણ પરિવાર દ્વારા ચીમકી ઉચ્ચારાય હતી. 

રિપોર્ટર : ભરત બોરીચા.... જૂનાગઢ 

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..