Back

હળવદ તાલુકાના સમલી ગામનાં ડો.પોપટભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Ph.Dથયા

હળવદ તાલુકાના સમલી ગામનાં ડો.પોપટભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Ph.Dથયા

હળવદ તાલુકાના ભરવાડ સમાજના પ્રથમ યુવાને Ph.Dની ડીગ્રી પ્રાપ્ત કરતા સમાજના વડીલો યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા

હળવદ: હળવદ તાલુકાના સમલી ગામના ડો.પોપટભાઈ ભરવાડ એ

"હિન્દી ગુજરાતી સાહિત્યમે પ્રયુક્ત કહાવત એવં મુહાવરો કા તુલનાત્મક અધ્યયન" વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.પ્રફુલભાઈ ડોડીયા ના માર્ગદર્શન નીચે મહા નિબંધ લખેલ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મંજુર કરી ડો.પોપટભાઈને Ph.Dની ડિગ્રી એનાયત કરવામાં આવી છે

હાલ ચોટીલા ખાતે શિક્ષકની ફરજ બજાવતા હળવદ તાલુકાના સમલી ગામના ડો.પોપટભાઈ બુટાભાઈ ભરવાડ (ચિરોડીયા)ને તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.Dની પદવી પ્રાપ્ત કરતા હળવદ તાલુકા ભરવાડ સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

 ડો.પોપટભાઈ ભરવાડ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં"હિન્દી ગુજરાતી સાહિત્યમે પ્રયુક્ત કહાવત એવં મુહાવરો કા તુલનાત્મક અધ્યયન" વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોક્ટર પ્રફુલભાઈ ડોડીયા ના માર્ગદર્શન હેથળ આ મહા નિબંધ લખેલ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મંજુર કરી તેમને Ph.Dની ડિગ્રી એનાયત કરવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ડો.પોપટભાઈ ભરવાડ  કે જેમણે  શિક્ષણની તમામ ડીગ્રી એટલે કે

B.A , M. A , Be.d ,   

M. Phil ,તેમજ વધુ એક  Ph. D ડિગ્રી પ્રાપ્ત કરતા  સમસ્ત ગ્રામજનો દ્વારા તેમજ હળવદ તાલુકા ભરવાડ સમાજના દેવશી ભાઈ ભરવાડ, ગોવિંદભાઈ ભરવાડ,મેહુલ ભરવાડ,બળદેવ ભરવાડ,જિલા ભાઈ ભરવાડ,ઝાલાભાઇ ભરવાડ,સતાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, કરમશીભાઈ ભરવાડ,રમેશભાઈ ભરવાડ, નાથાભાઇ ભરવાડ, અનિલભાઈ ભરવાડ, સહિત ભરવાડ સમાજના વડિલો યુવાનો અને મિત્ર વર્તુળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..