Back

હિંમતનગરના જામળા ખાતે કુતરા બાબતે મારામારી થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો

હિંમતનગરના જામળા ખાતે કુતરા બાબતે મારામારી થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ તાદોલ કંપાના રહેવાસી તરુણકુમાર નરસિંહભાઈ પટેલ જેઓ એક વર્ષ અગાઉ બાજુના ગામ અઠવાડિયાના રાજતિલક નરેન્દ્રસિંહ  ઝાલાને એક વર્ષ અગાઉ ઇંગલિશ કુતરો આપેલ હતો તે કૂતરો પાછો ના આપતા ફરિયાદીએ વારંવાર માંગવા છતાં સામાવાળા કૂતરાને ફરિયાદીના ઘરે બિમાર હાલતમાં મોકલી આપેલ અને કૂતરાને સારવાર કરાવી ત્યારબાદ સામાવાળા કૂતરો લેવા માટે  ફરિયાદીને વારંવાર હેરાન કરતા હતા ફરિયાદી જામળા ગામમાં બેંકના કામકાજ અર્થે ગયેલ હતા અને બેંકનું કામકાજ પતાવી બહાર આવતા સામાવાળાએ ફરિયાદીને લાકડીઓ વચ્ચે માર માર્યો હતો અને ત્યાંથી નાસી છૂટેલ હતો ફરિયાદી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી પોલીસે જામળા ગામના બેંકના સીસીટીવી ફૂટેજના આધારે રાજ તિલક નરેન્દ્ર સિંહ ઝાલા રહે.જામળા તા. હિંમતનગર

જી. સાબરકાંઠા નાઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) અને ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી



હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..