Back

જામનગર શહેરમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષના બીજા માળે લાગી આગ,



જામનગર શહેરમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષના બીજા માળે લાગી આગ, કોઈ જાનહાની પ્રકાશમાં આવી નથી.


સુરત શહેરના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગે ગુજરાત સહીત ભારતભરને હચમચાવી દીધેલ હતુ અને તેના પગલે મહાદગરપાલિકાઓનો ફાયર સહિણનો સ્ટાફ રાજ્યભરમાં સેફ્ટીના મુદ્દાને લઈને દૌડતો થઈ ગયો હતો. પરંતુ સમય જતા ઠેરના ઠેરની સ્થિતિ થઈ ગઈ હોય તેમ આજે જામનગર શહેરના સેન્ટઆન્સ શાળાની ગલીમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ એક ઓફીસમાં આગ લાગી હોવાના અહેવાલથી જોવા મળી રહી છે. આગના બનાવની જાણ થતાં જ ખુદ ચીફ ફાયર ઓફીસર બિશ્રોઈ સાહેબ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દૌડી જઈને આગને કાબુમાં કરી હતી. પરંતુ કોમ્પલેક્ષની નીચે જ કેટલાય રેસ્ટોરન્ટ અને ઉપર ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે. જો ત્યાં કદાચ આવી ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ આજની લાગેલ આગ પરથી લોકમુખે ઉઠ્યો છે.


અહેવાલ - હર્ષલ ખંધેડીયા સાથે ભોજાભાઈ વી. ટોયટા

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..