Back

મોરબી: આવતીકાલે રબારી સમાજના તેજસ્વી વિદ્યાથી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં આવતીકાલે તા.૨૩-૧-૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૪ કલાકે ઓમ પાર્ટી પ્લોટ, કેનાલ ચોકડી રવાપર રોડ ખાતે મચ્છુકાંઠા તથા હાલાર રબારી સમાજના તેજસ્વી વિદ્યાથી કે જેઓ શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાથી-વિદ્યાર્થીનીઓ પૈકી ઉચ્ચ ગુણાંક સાથે પરીક્ષામાં ઉર્તિણ થયા છે. તેઓને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ તથા રબારી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

જેમાં પ.પૂ.ધ.ધુ.નિર્મોહી પીઠાધીશ્વર અનન્ત વિભુષિત શ્રી શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી કનીરામદાસજી બાપુ ગુરૂજી કલ્યાણદાસજી બાપુ (શ્રી વડવાળા મંદિર-દુધરેજ) ના પ્રમુખ સ્થાને દિપ પ્રાગટ્ય, તથા શ્રી મેઘમંડલેશ્વર રામબાલકદાસબાપુ ગુરૂશ્રી પુરણદાસબાપુ (મહંતશ્રી વડવાળા દેવની જગ્યા દુધઈ), બંસીદાસબાપુ ગુરૂશ્રી જીણારામદાસજી બાપુ (મહંતશ્રી આપાઝાલાની જગ્યા-મેસરીયા), શ્રી મુકુંદરામદાસબાપુ ગુરૂશ્રી કલ્યાણદાસજી બાપુ (કોઠારીશ્રી વડવાળા મંદિર દુધરેજ), શ્રી સુંદરદાસબાપુ ગુરૂશ્રી રામબાલકદાસબાપુ (કોઠારીશ્રી વડવાળા મંદિર-દુધરેજ), શ્રી મગનીરામબાપુ ગુરૂશ્રી જીણારામબાપુ (કોઠારીશ્રી આપાઝાલાની જગ્યા-મેસરીયા) આર્શિવચન આપવા પધારશે.

તથા યુવાનો માટેના ઉત્સાહી પ્રોત્સાહક વક્તા શ્રી જય વસાવડા મુખ્ય વક્તા તેમજ અતિથિ વિશેષ શ્રી એસ.એમ.ખટાણા સાહેબ (આઈ.એ.એસ) (ડી.ડી.ઓ મોરબી), શ્રી રાકેશ દેસાઈ સાહેબ (ડી.વાય.એસ.પી રાજકોટ), શ્રી જે.એમ.આલ સાહેબ (પી.આઈ.એસ.ઓજી મોરબી), શ્રી એસ.જી.ખાંભલા સાહેબ (પી.આઈ.હળવદ), શ્રી ભરતભાઈ એલ.જીયડ સાહેબ (સી.ટી.ઓ. જીએસટી રાજકોટ) ઉપસ્થિત રહેશે. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થવા શ્રી વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..