Back

આહવા કલાકુંભ મહોત્સવમાં ગીતાંજલી વિધામંદિર વિધાર્થીઓનો ઉત્કર્ષ દેખાવ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

આહવા કલાકુંભ મહોત્સવમાં ગીતાંજલી વિધામંદિર વિધાર્થીઓનો દબદબો

આહવા કલાકુંભ મહોત્સવમાં ગીતાંજલી વિધામંદિર વિધાર્થીઓનો ઉત્કર્ષ દેખાવ

કલાકુંભ મહોત્સવમાં ગીતાંજલી વિધામંદિર વિધાર્થીઓ રાસ ગરબામાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે અને લોકનૃત્યમાં તાલુકા કક્ષાએ દ્વિતિય અને જિલ્લા કક્ષાએ પણ દ્વિતિય ક્રમે વિજય મેળવ્યો છે વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 5 ની વિધાર્થીની ચોર્યા ઝંખનાકુમારી સંપતભાઈ એ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમજ ચૌધરી આયુષી વિનોદભાઈ તાલુકા કક્ષાએ દ્વિતિય અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે તેમજ આ મહોત્સવમાં શિક્ષિકાબેન ભોંયે પુષ્પાબેન એસ.જેમણે લોકગીતમાં તાલુકા કક્ષાએ દ્વિતીય અને જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યો છે તથા ભોંયે પ્રિયંકાબેન બાપુભાઈએ
ગઝલ સર્જન માં જિલ્લા કક્ષાએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા ગૌતમ અજયકુમાર પી.એ એકપત્ર અભિનય માં તાલુકા કક્ષાએ પ્રથમ તેમજ જિલ્લા કક્ષાએ દ્વિતિય પ્રથમ ક્રમાંક મેળવી ગીતાંજલી વિદ્યામંદિર શાળાનો નામ રોશન કરતા વિદ્યામંદિર ના આચાર્ય તેમજ સ્ટાફગણ વિધાર્થીઓને શુભેક્ષા પાઠવી છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..