Back

કાલોલ ડેરોલસ્ટેશન આસપાસના વિસ્તારમાં સફેદ રંગનું ગંદુ પાણી આવતું હોવાથી ઉચ્ચકક્ષાએ રજુઆત થતાં તંત્ર હરકતમાં

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ તાલુકાના ડેરોલસ્ટેશન ખાતે દેસાઈ બંગલો માં વડીલોપાર્જીત મિલકત ધરાવતા અને હાલ માં વડોદરા ખાતે રહેતા પ્રેરણા દેસાઈ વૈદ્ય એ તાલુકા વિકાસ અધિકારી ને ઉદેસી એક લેખીત અરજી આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે વર્ષો જૂનું તેઓના વડીલો નું મકાન ગીરધરવિલા જે ડેરોલસ્ટેશન માં દેસાઈબંગલો તરીકે ઓળખાય છે તેની આસપાસ માં કેટલીક કેમીકલ કંપની આવેલ છે જેના કારણે આ કંપનીઓ ના પ્રદુષણ ને લઈ આ વિસ્તારમાં આવેલ તેમના ઘર ની ટ્યુબવેલ નું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે જેથી રસોઈ, પીવામાં અને શાકભાજી ઉગાડવામાં, ઘરવપરાશમાં  આ પાણી ઉપયોગ કરી શકાય તેમ નથી અને આ જગ્યાએ સ્નેહસેતુ  ફાઉન્ડેશન નામની સંસ્થા પણ તેઓ ચલાવી રહ્યા છે તેઓને વડોદરા થી આવજા કરવા દરમિયાન પાણી પણ વડોદરા થી લાવવું પડે છે તેઓએ આ પ્રશ્ન બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર ને જુન ૨૦૧૯ માં  ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી જેથી બોર્ડ દ્વારા ગોધરા જી.પી.સી.બી તરફથી માણસો આવી પાણી નું સેમ્પલ પણ લઈ ગયા હતા જેનો રિપોર્ટ  માં ઝેરી સલ્ફર અને જંતુનાશક દવાઓ ની માત્રા આવ્યા બાદ નજીક ની કેમીકલ બનાવતી સ્ટેલર નામની કંપની ને નોટીસ આપી ત્રણ માસ સુધી બંધ કરાવેલી પરંતુ તેમની ટ્યુબવેલ નું પાણી હજુ પણ ગંદુ અને પ્રદુષિત  સફેદ રંગ નું જ આવે છે જેથી તેઓએ લેખીત અરજી કરી માનવ જીવન, વનસ્પતિ સૃષ્ટિ અને પશુઓ ને માટે પણ ખતરનાક આ પાણી ને કારણે  નુકસાન થાય તેમ હોવાથી કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે ની માંગ કરી છે અને અરજી ની નકલો જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રદુષણ બોર્ડ અને વડાપ્રધાન ને પણ મોકલી આપી હોવાથી તંત્ર હરકતમાં આવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગોધરા ના અધિકારીઓ રૂબરૂ આવી કેમીકલ કંપની માંથી માટી અને પાણી ના સેમ્પલ મેળવી કાર્યવાહી કરેલ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..