Back

નેત્રંગ : બજરંગ દળ-VHP દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયો.રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯


નેત્રંગ તાલુકા માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે તા ૨૨/૦૧/૨૦૨૦ ના રોજ સાંજે ૭ કલાકે નેત્રંગ ગાંધીબજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે આ કાર્યક્રમ  યોજાયો હતો. આ કાર્યક્રમ ની શરૂ આત દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવી.ત્યાર બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ શું છે તેની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી અનુ માર્ગદર્શન પણ યુવાનોને આપવામાં આવ્યું હતું. 


આ કાર્યક્રમ નું આયોજન અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન ના વેબસાઈટ અને વેરિફિકેશન ડિપાર્ટમેન્ટ ના હેડ ઇન્ચાર્જ બ્રિજેશકુમાર ભરતભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૩ જેટલા બજરંગીઓ એ ત્રિશુલ દીક્ષા લીધી હતી.


આ ત્રિશુલ દીક્ષા ના કાર્યક્રમ માં વિશ્વ હિન્દુ પરિષદ ના ભરૂચ જિલ્લાના મંત્રી અજયભાઇ મિશ્રા,ભરૂચ જિલ્લાના બજરંગ દળ સહ સંયોજક કમલેશભાઈ સોની અને અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન ના મુખ્ય ગુજરાત સંગઠન મંત્રી ભરતભાઇ એ.પટેલ,વેબસાઈટ અને વેરિફિકેશન ડિપાર્ટમેન્ટ ના હેડ ઇન્ચાર્જ બ્રિજેશકુમાર બી. પટેલ,દક્ષિણ ગુજરાત અધ્યક્ષ સ્નેહલભાઈ,દક્ષિણ ગુજરાત  પ્રકાશભાઈ ગામીત, નેત્રંગ તાલુકા ઉપ પ્રમુખ પ્રતિકકુમાર પ્રજાપતિ, મહામંત્રી પ્રદીપભાઈ,સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મિહિરસિંહ,રાવીરાજ ગુજ્જર તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રિશુલ દીક્ષા માટે ના સપત લીધા હતા.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..