Back

આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત આદિજાતિ જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી

આજરોજ તા.૨૨/૦૧/૨૦૨૦ ના રોજ અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢના રાજપુરીયા પ્રા. શાળા તેમજ ઉમરકોટ ગામ માં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત આદિજાતિ જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકોના ઘર-ઘર પહોંચાડવાના હેતુથી શાળાના પ્રાંગણ માં રાજપુરીયા તથા ઉમરકોટ તેમજ આજુબાજુ ગામના લોકો ને આધારકાર્ડ, મફતમાં બેન્ક ખાતા ખોલાવવું, વિધવા સહાય યોજના ,આયુષ્યમાંન ભારત યોજના કાર્ડ વિગેરેનો લાભ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા.આદિજાતિ વિકાસ ના ટ્રાયબલ કમિશ્નરશ્રી પીયૂષભાઈ સકશેના સાહેબ જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ શ્રી .ડી.એમ.ભટૉળ તેમજ જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરજીભાઈ દેસાઈ વિગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.તેમજ રાજપુરીયા પ્રા. શાળા ના ઉત્સાહી આચાર્ય શ્રી અલ્પેશકુમાર.કે.ચૌહાણ એ સમગ્ર કાર્યક્રમમાં પુરેપુરો સહકાર પૂરો પાડેલ તથા તમામ જરૂરી વ્યવસ્થા પુરી પાડેલ હતી.

વાત્સલ્ય ન્યૂઝ અમીરગઢ

રિપોર્ટર: બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..