Back

નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા નરેડી ગામ ખાતે યુવા સપ્તાહ અને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો

બિમલ માંકડ 

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટર:ગૌતમ બુચીયા


નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા નરેડી ગામ ખાતે યુવા સપ્તાહ અને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો


ભુજ:નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા નરેડી ગામ ખાતે યુવા સપ્તાહ અને ફિટ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરૂ યુવા કેન્દ્ર ભુજના અબડાસા બ્લોકના રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક રમેશ કુવંટ દ્વારા અબડાસા તાલુકાના નરેડી ગામમાં રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા અને ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સાઈકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત નરેડી ગામની સરકારી શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ નરેડી ગામની મારવાડા સમાજની સમાજ વાડીમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૯ યુવાનોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાઓના પ્રથમ ત્રણ વિજેતાઓને ટોફી સાથે પ્રમાણ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત નરેડી ગામમાં સાઈકલ મેરેથોન યુવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે ગામના સરપંચ ચંદ્રસિંહ જાડેજા, ઉપસરપંચ વાલજી ભાઈ મારવાડા,હાઇસ્કુલના આચાર્ય ભૂપેન્દ્ર પટેલ,યુવા સમાજના પ્રમુખ અરવિંદ પરગડુ,સામાજિક અગ્રણી નાનજી મારવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..