Back

મેઘરજમાં ખંઢેર બનેલ ત્રણ સરકારી મકાનોના ધાબા પર ઘાસ ઉગી નીકળ્યા

તંત્રની બેદરકારીને કારણે મકાનો ભુતીયા મહેલ જેવા બની ગયા

મેઘરજ તાલુકાના ગાયત્રી મંદિર વાળા જાહેર માર્ગ ઉપર પોસ્ટ ઓફિસની બાજુમાં મેઘરજ મામલતદાર અને ટીડીઓના રહેઠાણ માટે ૨૫ વર્ષ અગાઉ લાખોના ખર્ચે બનાવેલ બે સરકારી મકાનો પર ઘાસ ઊગી નીકળ્યું છે મકાનના બારી-બારણાં તથા દરવાજા ભંગાર બની ગયા છે માર્ગ અને મકાન ( સ્ટેસ્ટ) વિભાગે અત્યાર સુધીમાં આ મકાનોના રિનોવેશન માટે કેટલાય રૂપિયા ખર્ચા છે પણ ઉપયોગ વિનાના આ મકાનો ભુતીયા મહેલ જેવા લાગે છે આ મકાન માં  સને 2003 સુધી અધિકારીઓ રહેતા હતા ધીરે ધીરે આ મકાનો ખાલી પડવાના કારણે ખંઢેર બની ગયા છે કેટલાક અસામાજિક તત્વોએ મકાનના બારી-બારણાં પણ કાઢી લીધા છે અને મકાનો આગળ આવેલ ચૌગાનનો પણ દુરુપયોગ થવા લાગ્યો છે માર્ગ ઉપર તંત્રની બેદરકારીને કારણે આ મકાનો ખંઢેર થવા પામ્યા છે


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..