Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ખુલ્લુ મુકાશે


કેવડિયા કોલોની  - અનિસ ખાન


કેવડિયામાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ જંગલ સફારી પાર્ક નું વડા પ્રધાનના હસ્તે ઉદઘાટન થવાની શક્યતા.


કેવડીયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્ક નું ઉદ્ઘાટન કરવા આગામી તારીખ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવે એવી શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને આકર્ષણ માટે હવે જંગલ સફારી બનાવવામાં આવ્યું છે આ જંગલ સફારી પાર્કમાં શરૂઆતના તબક્કામાં એક જિરાફ અને ઇમ્પાલા બે  ના મોત થયા હતા જેને કારણે ભારે વિવાદ થયો હતો ત્યારબાદ વનવિભાગ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક જંગલ સફારી નું કામ કરવામાં આવ્યું. હાલમાં વાઘ દીપડો અને અનેક દેશી વિદેશી પશુ પક્ષીઓ આવી ગયા છે પણ ઉદ્ઘાટનની રાહ જોવાય છે

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૧૭મી ફેબ્રુઆરીના   દિવસે જંગલ સફારી પાર્ક ને ખુલ્લું મૂકવામાં આવે એવી શક્યતાઓ દેખાઇ રહી છે ત્યારે આ ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ કેવડીયાકોલોની નો બની શકે અને તેઓના હસ્તે જંગલ સફારી પાર્કનું ઉદઘાટન થાય તેવી શક્યતા સેવાય રહી છે. 

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

ગરુડેશ્વર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..