Back

હળવદના ચરાડવા ગામે એસ.એસ. ગુરૂકુલમાંથી રૂ.૧, ૭૧લાખની ચોરી

હળવદના ચરાડવા ગામે એસ.એસ. ગુરૂકુલમાંથી રૂ ,૧ ,૭૧લાખની ચોરી

ગુરૂકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ શખ્સો કેદ

હળવદ : હળવદના ચરાડવા ગામે એસ.એસ.ગૃરુકુલમાંથી રૂ.૧.૭૧ લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે ગુરુકુળમાં બનેલા આ ચોરીના બનાવ અંગે ગુરુકુળ સંચાલક દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે જો કે ગુરુકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ચારથી પાંચ શખ્સો કેદ થઈ ગયા છે.

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ એસ.એસ. સંકુલ ગુરુકુલમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ ગુરુકુલમાંથી રૂ.૧.૭૧ લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચારથી પાંચ શખ્સોએ આ ગુરુકુલમાં ચોરી કરી હોવાનું દેખાઈ છે. આ તસ્કરો ગુરુકુલમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. જો કે આ ચોરીના બનાવ અંગે ગુરુકુળ સંચાલક દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ થોડા દિવસોથી ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જેથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે બે દિવસ પહેલા ધોળા દિવસે શહેરની બેન્કમાંથી ગઠિયો ગ્રાહકના ખિસ્સામાંથી ૪૦ હજાર રૂપિયા લઈ ગયા નો બનાવ તાજો છે અત્યારે વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..