Back

ધોરાજી સીમમાં દિપડો પાંજરે પુરાયો.

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]

ધોરાજીના ભુતવડ ગામ પાસેની ઝાડીમાંથી દિપડો પાંજરે પુરાયો છે. ભુતવડ ગામ પાસે આવેલ પાંજરાપોળ અને ગૌશાળામાં દિવસ પૂર્વે નાના વાછરડાઓને દિપડાએ ઈજા કરતા આ અંગેની ફરિયાદ વન વિભાગમાં કરતા વનવિભાગના અધિકારીઓએ ધોરાજીના ભુતવડ ગામ પાસે આવેલી વાડીમાં પાંજરું ગોઠવતા દિપડો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ થતા ભુતવડના ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. આ દિપડાને વનવિભાગ દ્વારા જુનાગઢ ખાતે આવેલ એમની વડી કચેરીએ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..