Back

દાહોદ:ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા LRD વિરોધમાં આંદોલનની ચીમકી

 ભીલીસ્થાન ટાઈગર સેના દાહોદ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ. LRD ભર્તી મુદ્દે ફરીથી ગુજરાત સરકારે ફર્જી સર્ટિફિકેટને કેબીનેટમાં મંજૂરી આપ્યાના સમાચાર સોશીયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસી સમાજની સાથે ભીલીસ્થાન ટાઈગર સેના દાહોદ દ્વારા આંદોલન કરવાની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.ભીલીસ્થાન ટાઈગર સેનાના સોશીયલ મીડિયા પ્રભારી વિપુલભાઈ ભુરિયાએ જણાવ્યું કે જો સરકાર તાત્કાલિક ધોરણે પોતાના નિર્ણયને નહી બદલે તો સમગ્ર ગુજરાતમાં ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા આંદોલન કરવામાં આવશે અને જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે.