Back

ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ૨ તસ્કરોએ કરી ચોરી.

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]

ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટકી ભગવાનના આભૂષણો અને ૧૨૦૦૦ હજારની રોકડ રકમ ઉઠાવી જતા હાહાકાર મચી ગયો છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં હાથ મારનારા બન્ને તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયા છે અને તેમને તેને દબોચી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને પગલે ભાવિકોમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે. આ અંગેની મળતી વિગતો આ પ્રમાણે છે કે ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં વંડી ટપી ત્રાટકેલા ૨ તસ્કરો ભગવાનના સોનાના આભુષણ સોનાની બુટ્ટી નંગ ૪, કિંમત રૂા. ૬૦,૦૦૦ તેમજ ૨ ધાતુના હાર અને થાળ ભેટના ટેબલના ખાનામાં રાખેલ રૂા. ૧૨,૦૦ની રોકડ રકમ ઉઠાવી ગયા છે. આ બનાવ અંગે સવારે જાણ થતા મંદિરના હરિભક્તો ઉમટી પડ્યા હતા. અને મંદિરમાં રાખેલ સી.સી.ટી.વી કેમેરામાં બન્ને તસ્કરો કેદ થઈ ગયા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..