Back

જુના ઘાટીલા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

આજ તા.૨૩/૦૧/૨૦૨૦ ના રોજ માળીયા તાલુકાના જુના ઘાટીલા ખાતે આવેલી શ્રી જુના ઘાટીલા કુમાર પ્રા.શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ધોરણ- ૬ થી ૮ ના કુલ ૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે પોતાની મૌલિકતાથી વક્તવ્ય આપ્યુ હતુ, જેમાં પ્રથમ , દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી, ત્યારબાદ ઘાંટીલા આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડો.અલ્તાફ શેરસીયા સાહેબ દ્વારા બાળકોને વ્યસનની શારિરીક અસરો અને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ, સાથે સાથે જીવનમાં સ્વચ્છતાનુ મહત્વ પણ સમજાવ્યુ હતુ અંતમાં શાળાના શિક્ષક દ્વારા સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..