Back

ટંકારામાં નવજાત બાળકીને ત્યજી દેનાર અજાણી સ્ત્રી સામે ગુન્હો દાખલ

Admin : ટંકારાના નેકનામ નજીકથી ગઈકાલે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદી બનીને અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ફિરોજખાન પઠાણ ફરિયાદમાં જણાવ્યું છે કે નેકનામ ગામની સીમમાં કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીને જન્મ આપી પોતાની ઓળખ છુપાવી બાળકીને ત્યજી દઈને એકાંતમાં મૂકી નાસી ગઈ હતી અને ગુન્હો આચાર્યો હોય, ટંકારા પોલીસે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે


ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..