Back

ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાંન્ચ દ્રારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો

ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાંન્ચ દ્રારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયોભરૂચના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાંન્ચ દ્રારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ૧૧ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઇને સાંસારિક જીવણો પ્રારંભ કર્યો હતો...

સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દુર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરકે સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દુર રહે એ માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે. ભરૂચના ઝગડીયા તાલુકાના તરસાલી ગામ ખાતે મોહદ્દીષે આઝમ મિશન દ્રારા છઠ્ઠા સમુહ લગ્નનુ યોજાયો હતો. જેમાં ૧૧ યુગલોએ નિકાહના પવિત્ર બંધનામાં જોડાઇને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ નાઅત શરીફ રજુ કરવામાં આવી હતી મૌલાના ગુલામ હુશેનને મોહદ્દીષે આઝમ મિશનના વર્ષ દરમિયા  કરાવામા આવતા માનવ સેવા ના કાર્યો પર પ્રકાસ પાડ્યુ હતું. કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થીત પયગંમબર સાહેબના વંશ સૈયદ હશન અસ્કરી મીયાં એ સમગ્ર વિશ્વમાં કાર્યરત મોહદ્દીષે આઝમ મિશન દ્રારા સેવાભાવી કાર્યનો સુંદર ચિતાર આપ્યો હતો.સૈયદ હશન અસ્કરીમીયાએ સમુહ લગ્નનુ મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યુ હતું કે લગ્નમાં થતા  કુરીવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમુહ લગ્નના માધ્યમથી નિવારી શકાય એમ છે. ત્યારબાદ સૈયદ અરબીમિયા અને સૈયદ હશન અસ્કરીમીયાના નેતૃત્વ હેઠળ આયોજીત સમુહ લગ્નમાં ઈસ્લામીક રીત રીવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઠાવવામા આવ્યા હતા.

મોહદ્દીષે આઝમ મિશન તરસાલી દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરીયાતની ૭૦ જેટલી ચીજ વસ્તુઓ ભેટ સોગાદરૂપે અર્પણ કરાઇ  હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં બાવા સાહેબ દ્રારા ખુતબો, સલાતો સલામ અને દુવા ગુજારવામા આવી હતી આ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા મોહદ્દીષે આઝમ મિશનના પ્રમુખ હાજી ગુલામ હુશેન, સેક્રેટરી ઈબ્રાહીમભાઈ, ખજાનચી ગુલામ મોહંમદ ટેલીફોનવાલા તેમજ મિશનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મિશન ઉપરાંત શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ અને ખ્વાજા નશીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના કાર્યકરોએ ઉપયોગી યોગદાન પુરૂ પાડ્યુ હતું... 

 

ઈરફાન ખત્રી 

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..