Back

ધોરાજીમાં વ્રજલીલા અવગાહન કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા.

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]

ધોરાજીમાં વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય ગૌ. ૧૦૮ વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીના શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય ચંપકલતા બેટીજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ત્રિદિવસીય શિબિર વ્રજલીલા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્ણાહુતિના દિવસે અને આ કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ધોરાજી તેમજ આજુબાજુ વિસ્તારોના વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. આ કથાનું અમૃતપાન ઉપલેટાના શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ભટ્ટ પોતાની આગવી શૈલીમાં વૈષ્ણઓને રસપાન કરાવ્યું હતું. જેમાં ધોરાજીની મોટી હવેલીના બાવાશ્રી પ્રમોદકુમાર દ્વારા વૈષ્ણવોને આશીર્વચનો આપવામાં આવ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..