Back

રાજુલા માં પૂજ્ય બાપુ ની કથા ની ચાલતી તડામાર તૈયારી

રાજુલામાં મોરારીબાપુના રામકથાના આયોજનના કારણે શહેરમાં ધમધમાટ


રાજુલામાં રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી મોરારીબાપુની રામકથા માટે વિનંતી થઈ રહી હતી જેમાં નિશુલ્ક શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર થઈ રહ્યું છે જેમાં દર્દીને કેસ કાઢવાથી લઈને દર્દી સાજો થાય ત્યાં સુધીની આરોગ્યલક્ષી સેવા રાજુલા શહેરમાં તેમજ આ વિસ્તારની વિનામૂલ્યે મળે તે હેતુથી ભેરાઈ રોડ ઉપર લીલા પીર ધાર  પાસે  મોડલ સ્કૂલ ની સામે 10 વીઘા જમીનમાં વિશાળ બિલ્ડીંગ  નું કામ થઈ રહ્યું છે જેના લાભાર્થે મોરારીબાપુ  એ રામકથા આપી છે સાથે રામપરા વૃંદાવન બાગ માં ભવ્ય મંદિર. ગૌશાળા  શિક્ષણ સંકુલ તેમજ હોસ્ટેલ ચાલુ છે  તેના લાભાર્થે પણ આ રામ કથા પૂજ્ય બાપુએ 14 3 2020 ને શનિવારથી તારીખ 22 3 2020 અને રવિવાર સુધી આ રામકથા આપેલ છે જેના આગોતરા આયોજન માટે તારીખ 26 1 2020 રવિવારે નેશનલ હાઈવે 8 નંબર ઉપર હોટલ દર્શન માં કાર્યાલયનું ઉદ્ઘાટન તથા તેની સામે પીપાવાવ ફોરવે ઊપર રામકથા સ્થળ ઉપર કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ તમામ જ્ઞાતિ સમાજ વેપારીઓ નોકરિયાતો વધુમાં વધુ આ કથા શ્રવણનો લાભ લે તે માટે તમામ સમાજના આગેવાનોની  એક મિટિંગ 26.01.2020 ને રવિવારે 3:00 હોટલ દર્શન ના કાર્યાલય માં એક અગત્યની મીટીંગ રાખેલ હોય તો તમામને પધારવા નું ભાવભીનું જાહેર આમંત્રણ રાજુલા રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ  પાઠવેલ છે અને ત્યારબાદ મીટીંગ પૂરી થયા બાદ સાથે  અલ્પાહાર નો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે જેથી સર્વે જ્ઞાતિજનો એ હાજર રહેવું


યોગેશ કાનાબાર 

રાજુલા


યોગેશ કાનાબાર 

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..