Back

ઉંઝા ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંઝા ખાતે કરવામાં આવશે. ઉંઝા જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થનાર છે.  ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ઉંઝા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાનાર છે.જે અંતર્ગત રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું રીહર્સલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદજન,સલામી,પરેડ નિરીક્ષણ,માર્ચ પાસ્ટ,ટેબ્લો નિર્દશન,સાંસ્કૃતિક કાર્યક્રમો,ડોગ-શો,હોર્સ-શો સહિતના વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ અને વિગતે સમીક્ષા કરાઇ હતી.. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ચેક,ઇનામ વિતરણ,પ્રમાણપત્ર વિતરણ સહિતની વિવિધ બાબતોની જરૂરી સુચનાઓ જિલ્લા કલેકટરશ્રી દ્વારા અપાઇ હતી

ઉપરાંત ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના કાર્યક્રમની ઉજવણી ગ્રામ્ય કક્ષાએ પણ થનાર છે.જે અંતર્ગત મહેસાણા તાલુકામાં હેડુવા(રાજગર) ખાતે,કડી તાલુકામાં કલ્યાણપુરા ખાતે,બેચરાજી તાલુકાની કનોડા-કકાસણા ખાતે,જોટાણા તાલુકાના મહેમદપુરા ખાતે,સતલાસણા તાલુકાના સુદાસણા ખાતે,વિજાપુર તાલુકાના ગવાડા ખાતે,વડનગર તાલુકાના કરબટીયા ખાતે,વિસનગર તાલુકાના કંસારાકુઇ ખાતે અને ખેરાલુ તાલુકાના ગોરીસાણા ખાતે ઉજવણી થનાર છે.

 મહેસાણા જિલ્લાકક્ષાના ઉંઝા ખાતે યોજાનાર રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રીએ આમંત્રણ પાઠવેલ છે.

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..