Back

ઉંઝા એ.પી.એમ.સી ખાતે " નેશનલ ચાઇલ્ડ ડે :જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઇ

   ભારત સરકાર દ્વારા દર ૨૪ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી કરવામાં આવે છે.સરકારશ્રી દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ચાઇલ્ડ ગર્લ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

 નેશનલ ચાઇલ્ડ ડે અંતર્ગત સાંસદશ્રી જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા  મહિલા સશક્તિકરણ અને બાળકીઓ માટે અનેક યોજનાઓ દાખલ કરાઇ છે. સરકારશ્રીના સામાજિક અભિયાનમાં સૌ સાથે મળીને બેટી બચાવો-બેટી વધાવો અભિયાનને આગળ વધારવા અપીલ કરી હતી

   ધારાસભ્ય ડો.આશાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે.દરેક સમાજે મહિલાઓનું સન્માન થાય તે પ્રકારના પ્રાત્સાહક પગલાં લેવા જરૂરી છે.તેમણે ઉપસ્થિત મહિલાઓને સાથે મળીને સખીભાવ કેળવવા અપીલ કરી હતી

  જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે સામુહિક,સાર્વત્રિક,સાતત્યપુર્ણ અને સર્વાંગિ વિકાસ માટે મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ જરૂરી છે. રાજ્ય સરકારના જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સામાજિક પરિવર્તન આવી રહ્યું છે.ભારત રાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણ અને સન્માનનો ઐતિહાસિક ભવ્ય વારસાને અનુ્સરીને સરકારશ્રીના અભિયાનને આગળ ધપાવવા અપીલ કરી હતી,

કાર્યક્રમમાં અમુઢ પ્રાથમિક શાળાની નિરઝા ચૌધરીએ બેટી બચાઓ અંતર્ગત સ્પીચ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં વિવિધ બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,રંગોલી સ્પર્ધા,સુત્ર લેખન,પોસ્ટર પત્ર લેખન,કાવ્ય લેખન,વોલ પેઇન્ટીંગ સાઇકલ રેલી સહિત વિવિધ સ્પર્ધાઓ ગૌરવપુર્ણ કામગીરી કરનાર દિકરીઓનું સન્માન કરાયું હતું.આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે સિધ્ધી હાંસલ કરનાર દિકરીઓને સન્માનીત કરવામાં આવી હતી

 મહેસાણા જિલ્લામાં શાળાએ ન જતી એચ.બી ક્વીન સ્પર્ધા અંતર્ગત વધુ હિમોગ્લોબીન ધરાવતી ત્રણ વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરાઇ હતી. વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૦૨ ઓગષ્ટ ૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૦૪ હજાર,નવમા ધોરણમાં પ્રવેશ સમયે ૦૬ હજાર અને ૧૮ વર્ષ પુર્ણ થયે રૂ.૦૧ લાખની સહાય સરકાર દ્વારા મળવાપાત્ર છે જે અંગેના મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું

  કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સહિ ઝુંબેશ અભિયાનામાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.કાર્યકમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની,પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી,મહિલા અને બાળ અધિકારી મુકેશભાઇ પટેલ, સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સહિત સન્માનીત મહિલાઓ,દિકરીઓ ઉપસ્થિત રહી હતી.

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..