Back

શ્રી સર પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લા દ્વારા સાબરકાંઠા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

શ્રી સર પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લા દ્વારા સાબરકાંઠા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુંશ્રી સર પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા તથા અરવલ્લી અને મહાકાલ સેના સાબરકાંઠા દ્વારા લોક રક્ષક દળ ભરથી બાબતે બહાર પાડેલ જી.આર રદ ના કરવા બાબતે આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માંગણીઓ હતી કે અલગ અલગ સંગઠનો દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૧૮ ના રોજ સરકારશ્રીએ કરેલ ઠરાવને રડ કરવાની માંગણી હતી તે ઠરાવ રદ ના થાય તથા બિન અનામત ની બહેનોને લોક રક્ષક દળમાં પાસ થયેલ તેમને સરકારશ્રીના નિયમો અનુસાર નોકરી આપવી તથા જો આ બાબતે સરકાર બિન અનામત વર્ગને નુકસાન પહોંચાડશે તો બિન અનામત સમાજ અહિંસક આંદોલન કરશે તેની તમામ જવાબદારી સરકાર શ્રી ની રહેશે જેવી માંગણીઓ આવેદનપત્રમાં લેખિત કરવામાં આવી હતી વધુમાં મહાકાલ સેના સાબરકાંઠા મહામંત્રી ભૃગૃવેન્દ્ર સિંહ કુંપાવત વધુમાં જણાવ્યું હતું કે બિન અનામત સમાજ સાથે સરકાર દ્વારા અન્યાય થશે તો સમાજ સહન નહીં કરે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તો તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે આ આવેદન પત્ર રેલી સ્વરૂપે કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સર પ્રતાપ ફાઉન્ડેશન તથા મહાકાલ સેના ના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..