Back

પોરબંદર તાલુકાની પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં વ્યવસ્થાપકોની જગ્યા માટે અરજી કરી શકાશે

પોરબંદર તા.૨૪, પોરબંદર તાલુકાનાં જુદા-જુદા ગામોમાં કાર્યરત પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રમાં વ્યવસ્થાપકોની ખાલી જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારો તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં મામલતદાર કચેરી, પોરબંદર મભોયો શાખામાં ઉમેદવારી નોંધાવી શકશે. કેન્દ્ર શીશલી સીમ શાળા શીશલી, ભેટકડી સીમ શાળા ભેટકડી, ભોમીયાવદર સીમ શાળા-૧, ભોમીયાવદર, બખરલા કરાર સીમ શાળા બખરલા, નીલકંઠ સીમ શાળા મોઢવાડા, પુધર સીમ શાળા મોઢવાડા તથા દેગામ સીમ શાળા -૨ દેગામની પ્રા.શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલ વ્યવસ્થાપકોની જગ્યા માટે અરજી કરી શકાશે.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..