Back

સાંસરોદ ગામમાં પાંચ લાખના ખર્ચે નિર્માણ પામનારા માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું.

સાંસરોદ ગામમાં પાંચ લાખના ખર્ચે નિર્માણ પામનારા માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું...

પાલેજ નજીક આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામ સાંસરોદ ખાતે રૂપિયા પાંચ લાખના ખર્ચે નિર્મણ પામનાર આરસીસી માર્ગનું કરજણ - શિનોર - પોર બેઠકના યુવા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે શુક્રવારના રોજ નાળીયેર ફોડી ખાત મુહૂર્ત કરાયું હતું. સદર માર્ગ ધારાસભ્યના અનુદાનમાંથી મંજુર થયેલા રૂપિયા પાંચ લાખના ખર્ચે નિર્માણ પામશે. નવો માર્ગ નિર્માણ પામશે ત્યારે સાંસરોદના ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે. ધારાસભ્ય અક્ષય પટેલ તેઓના મત વિસ્તારના ઘણા બધા વિકાસના કાર્યો માટે સતત કાર્યશીલ રહી ઉચ્ચ સ્તરે રજુઆત કરી વિકાસના કાર્યો કરાવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાસ્કર ભટ્ટ, મિતેષ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય પાલેજવાળા, સરપંચ ઉપસરપંચ સહિત ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..