Back

રાજુલા માંથી વિદેશી દારૂ પકડતી અમરેલી એલ.સી.બી.પોલીસ

*

*રાજુલામાં બાયપાસ ચોકડી પર આવેલ પાનની દુકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી હેઠળ પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે* રાજુલામાં બાયપાસ રોડ ઉપર આવેલ બાબા પાન સેન્‍ટર નામની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ છે.

💫 *પકડાયેલ આરોપી–*
અનીલ જયંતીભાઇ સોંડાગર, ઉ.વ.૩૦ રહે.રાજુલા, ધાખડાનગર જી.અમરેલી.  

 💫 *પકડાયેલ મુદ્દામાલઃ-*
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૨૩, કિં.રૂ.૨૬૦૦ /- તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૫૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૭૬૦૦/- નો મુદ્દામાલ*.                                 
                                                                                                💫 પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ  પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.  

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે. 

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..