Back

હાલોલની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ૧૬ માં રમોત્સવ ની ઉજવણી કરાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે તા.24.1.2020 ના રોજ 16 મો રમોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉન્મેશ સી.ચૌધરી સાહેબ જેઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા છે.અને વયરક હોવા છતાં સંપૂર્ણ તંદુરસ્ત અને સ્વચ્છ છે.તેઓ એ વિદ્યાર્થીઓને રમતો પ્રત્યે ભગ્રત થવા માટે પ્રોત્સાહિત કર્યા.

   શાળાના વિદ્યાર્થીઓએ  માર્ચ પાસ્ટ, પિરામિડ, એરોબિક્સ,રિબન ડાન્સ, યોગા, સાડી ફોમેશન જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી સાથે સાથે વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ને મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

   શાળાના રમોત્સવમા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ તથા અન્ય સ્ટાફ મિત્રોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિજેતાઓ તેમજ ભાગ લેનાર સૌને શાળા તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..