Back

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં હાથમતી અને બુઢેલી નદી વચ્ચેની સીમ વિસ્તારમાં મહિલાની લાશ મળી આવી

અહેવાલ 


ભિલોડા સહિતના તાલુકાઓમાં વારંવાર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી રહી છે. જુની તપાસમાં પરિણામ સામે આવે તે પહેલા વધુ એક મહિલા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. ઘટનાને પગલે પંથકના ગરીબ નાગરિકોમાં ભયંકર ફફડાટની વચ્ચે પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નદી કિનારે ઝાડ પર લટકતી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


અરવલ્લી જીલ્લાના ભિલોડામાં હાથમતી અને બુઢેલી નદી વચ્ચેની સીમ વિસ્તારમાં મહિલાની લાશ મળી આવી છે. ખેતરના શેઢા ઉપર કણજીના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડુતો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સ્થાનિકોમાં હત્યા કે આત્મહત્યાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..