Back

સુરત:સહારા દરવાજા પર રિક્ષા પલટી ખાતાં પાંડેસરાના શાકભાજી વેચનાર નું મોત

સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તારના શાકભાજી વેચનાર નુ આજે માર્ચ કે સહારા દરવાજા બ્રિજ ઉપર રિક્ષા પલટી ખાઇ જતાં મૃત્યુ થયું હતું.ઘટનાની માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલ ભક્તિનગરમાં રહેતા રાજેશ સાહુ ઉ.૪૦  હાઉસિંગ વિસ્તારમાં શાકભાજી વેચાણ નો વ્યવસાય કરે છે.આજે મળસ્કે રાજેશ સરદાર માર્કેટમાંથી રિક્ષા મારફતે શાકભાજી લાવતો હતો તે દરમિયાન સહારા દરવાજા બ્રિજ ઉપર રિક્ષા પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.કોઇ રાહદારી વ્યક્તિ દ્વારા ૧૦૮ને ફોન કરાતાં તાત્કાલિક ૧૦૮ માં સિવિલ લઈ જવામાં આવ્યો હતો.જ્યા ફરજપર ના તબિબ દ્વારા સુરેશ સાહુ ને મ્રુત જાહેર કરાયો હતો.એક્સિડન્ટની ઘટના બનતા રિક્ષાચાલક સુરેશ શાહુ ને હોસ્પિટલ લઈ જવા નિ જગ્યાએ તે ભાગી છૂટ્યો હતો