Back

ગૌશાળામાં ગૌ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિ કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાય

પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ગૌ ભક્તિની સાથે સાથે રાષ્ટ્ર ભક્તિ કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરી

              કામરેજ તાલુકામાં આવેલ થારોલી ગામમાં સુરત પાંજરાપોળની વ્રજભૂમિ શાખામાં અઠવાડિયામાં ચાર દિવસ સવારે વહેલા ગૌમાતાને નિરણ નિરવી કબૂતરોના ચણ નાખવી બીમાર ગૌવંશ ની સારવાર કરવી વિગેરે સેવા કરતી સંસ્થા પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ગૌશાળામાં ગૌમાતા નિરણ નિર્યા બાદ આન બાન અને શાનથી ધ્વજવંદન કરી સલામી અર્પણ કરી આજનો દિવસ રાષ્ટ્ર ને અર્પણ કર્યો 

              જેમાં  સંસ્થાના દર ગુરૂવાર ના કાયમી  દાતા નટુ ભાઈ કાછડિયા તેમજ નીતિન ભાઈ રાદડિયા ગ્રુપ સાથે હાજર રહી  તેમજ અમારી સહયોગી રહેલી સંસ્થા શ્રી સત્યાય ગૌ સેવા સમિતિ  તેમજ સંસ્થાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી ,

રિપોર્ટર વાઘેલા બળવંત કે ઠાકોર

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..