Back

બાબરા ના ચમારડી ગામે દિકરીની સલામ દેશ ને નામ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

બાબરા ના ચમારડી ગામે દિકરીની સલામ દેશ ને નામ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.


બાબરા .

          બાબરા ના ચમારડી ગામે પે.સેન્ટર શાળા ખાતે ૭૧ મો પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવા માં આવી. જેમા ગામની સુશિક્ષિત દિકરી પ્રિયંકાબેન વિપુલભાઈ વસ્તરપરા ના વરત હસ્તક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા ખુબ મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થીત રહીયા હતા અને કાર્યક્રમ માણ્યો હતો.

           આ કાર્યક્રમ માં અવધ પ્રા.શાળા, જનતા વિધાલય ચમારડી પણ જોડાયા હતા. ત્રણેય શાળાની મળીને કુલ ૨૧ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ક્રૂતિઓ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચમારડી ગામનું ગૌવર અને હાલમા જ નાયબ મામલતદાર ની પરીક્ષા માં પાસ થયેલા અલ્પેશભાઈ મકવાણા નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અલ્પેશભાઈ એ પોતાના વક્તવ્ય માં વાલીઓ ને અપીલ કરી હતી કે બાળકો ને ખુબજ ભણાવોજો અને તેઓ ને આગળ વધવા ની તક આપજો. આ તકે બાબરા તાલુકા પંચાયત ના સભ્ય કુલદિપભાઈ બસીય, અતુલભાઈ જોષી, જુથ સહકારી મંડળી ના પ્રમુખ તળશીભાઈ વસ્તરપરા, કમલેશભાઈ ડાભી, હરેશભાઈ પરમાર,  લાલજીભાઈ વસ્તરપરા, વસરામભાઈ મગતરપરા, કાળુભાઈ નારોલા, પ્રવિણભાઈ અસલાલીયા, ચંદુભાઈ અસલાલીયા, રમેશભાઈ પાડલીયા, કુંવરગઢ શાળા ના આચાર્ય અતુલભાઈ નાકરાણી, વિજયભાઈ તળાવિયા, જનતા વિધાલય ચમારડી ના આચાર્ય મનિષભાઈ તલસાણીયા, શંભુભાઈ વાજા, પત્રકાર મિત્રો આદિલખાન પઠાણ, રાહુલ ડી. પરમાર, પરેશભાઈ રાઠોડ, તેમજ ગામને મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. આ સંપુર્ણ કાર્યક્રમ માં પે. સેન્ટર શાળા ના સ્ટાપે જહેમત ઉઠાવી હતી. આ તકે શાળા ના આચાર્ય સતિષભાઈ ટાંકે આવેલ સહું મહેમાનો નું સ્વાગત કર્યું હતું ત્યારે કાર્યક્રમ માં સાઉન્ડ માટે નટુભાઈ ચુડાસમા અને પંકજભાઈ ચુડાસમાએ પોતાનું યોગદાન આપ્યું હતું તેમજ મંડપ સર્વિસ મા મહેતા મંડપ સર્વિસે તેમનું અમુલ્ય યોગદાન આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..