Back

સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પ્રજાસત્તાક પર્વના દિને સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાવર હાઉસ ની ગલી બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું આ વર્ષે યુવા મિત્રો તેમજ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પધાર્યા હતા તેમજ આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી મનીષભાઈ નાયક શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ નવસારી જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા તે બદલ સ્વસ્તિક ટીમ તેમને આવકારે છે બ્લડ ડોનેશન કરવાથી લોકોના જીવ આપણે બચાવી શકીએ એ ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ મગનભાઈ વલ્લભભાઈ પટેલ યુ.એસ.એ તેમજ રમણભાઈ ડાહ્યાભાઈ મહેતા બીલીમોરા ના સૌજન્યથી  પોતાનો પણ જીવ સચવાય એવા ઉમદા હેતુથી સ્વસ્તિક ટીમ તરફથી હેલ્મેટ વિતરણ કરવામાં આવી હતી તો દરેક  ડોનોરો એ હેલ્મેટનો ઉપયોગ કરે અને માર્ગ સલામતી માં એમને પૂરેપૂરું રક્ષણ મળે બીલીમોરાની જાગૃત જનતાએ 211 બોટલનું રક્તદાન કરી સેવાનું કાર્ય કર્યું એ બદલ સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિપકભાઈ એ સ્વસ્તિક ગ્રુપના તમામ સભ્યો તેમજ તમામ રકતદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..