Back

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા હિંમતનગર ખાતે સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજાયો

*સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા હિંમતનગર ખાતે સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજાયો*


સાબરકાંઠા જિલ્લાના  મુખ્યમથક હિંમતનગર ના મહાવીર નગર પંચદેવ મંદિર પરિસરમાં સાબરકાંઠા પોલીસ પરિવાર અને સાબરકાંઠા પોલીસ બેન્ડ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તથા નગરના અગ્રણીઓ અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે પોલીસ બેન્ડ અલગ-અલગ પ્રકારના સંગીત આપી વાતાવરણ દેશ ભક્તિમય બનાવી દીધું હતું જેમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે. રાઠોડ તથા સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..