Back

વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાની 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કપરાડા તાલુકા આસલોણા ગામે કરવામાં આવી

 સતિષ પટેલ વલસાડ


71 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી માટે આશ્રમશાળા આસલોણા ગામે કપરાડા ના મામલતદાર કલ્પેશભાઈ સુવેરા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મામલતદાર કપરાડા કલ્પેશભાઈ સુવેરા જણાવ્યું કે તાલુકાના સર્વ આમંત્રિત મહેમાનો ગ્રામજનો કર્મચારી ગણ પત્રકાર મિત્રો વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો તેમજ દેશના સર્વ નાગરિકોને 71 માં પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ખુબ શુભેચ્છા પાઠવી હતી. આજના પ્રસંગ અનુરૂપ જણાવ્યું 26 મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું અને બ્રિટિશ શાસન હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બનીયો હતો આ અમૂલ્ય દિવસને આપણે સૌ ભારતવાસીઓ પ્રજાસત્તાક દિવસ તરીકે આખા દેશમાં ઉમંગભેર ઉજવણી કરીએ છીએ 


સોનેરી પર્વની સુપ્રભાત એ આપણને અંગ્રેજના રાજ માંથી સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ શહીદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમજ સર્વ ક્રાંતિકારી ઓ ને કોટી કોટી વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને પણ વંદન 


મિત્રો આપણે જ સર્વે આપણા હકકો થી પરિચિત છે પરંતુ આપણા લોકતંત્રને વધુ મજબૂત બનાવવા આપણે આપણી ફરજો પણ અદા કરવી રહી આ શુભ અવસરે આપણા સૌ દ્રઢ સંકલ્પ કરીએ કે મજબૂત લોકશાહી માટે આપણા અધિકારનો ઉપયોગ વિવેકપૂર્ણ કરીએ ધર્મ જાતિ જ્ઞાતિ કે સંપ્રદાયના બંધનમાંથી મુક્ત થઈ અંધશ્રદ્ધા કુરિવાજોને તિલાંજલી આપી દીકરા-દીકરી વચ્ચે નો ભેદ ભાવના  ના રાખીએ અને બાળકોને સારું શિક્ષણ આપીએ


આપણા દેશની તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તેનું યુવાધન છે આપણા દેશમાં ૬૦ ટકાથી વધુ હોય વસ્તી યુવા ધન છે જો આ તમામ યુવાનો પોતાની શક્તિ અને દેશના વિકાસ માટે ઉપયોગ કરે તો ભારત દેશને વિકાસશીલ દેશ માંથી  વિકસિત રાષ્ટ્ર બનતા કોઇ રોકી શકવાનું નથી આ યુવા વર્ગને સારું શિક્ષણ મળે સ્વાસ્થ્ય જળવાય વિવિધ ક્ષેત્રમાં આગળ વધવાની તકો મળે

એ જોવાની જવાબદારી અધિકારીઓ સાથે માતા-પિતાની પણ છે


સ્વચ્છતા જાળવણી જંગલ જળ સંચય કરવાની બાળકોના શિક્ષણ માટે શાળામાં મોકલાવવા મહિલાઓને સમાજમાં આદર કરવો ભાઈચારાની ભાવના વધે શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે આપણા તાલુકામાં તમામ ક્ષેત્રોમાં જેમ કે શિક્ષણ ખેતીવાડી માળખાકીય સુવિધાઓ રમત ગમત ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એના માટે તાલુકાના તમામ નાગરિકો અને અધિકારીઓ પ્રયાસ કરી એવો સંકલ્પ કરીએ જેથી  કરીને રાજ્યમાં આપણો તાલુકો વિકાસના માપદંડો માં અગ્રેસર બને


71 પ્રજાસત્તાક દિન નિમિત્તે આઝાદીની લડતમાં શહાદત આપી છે એવા શહીદ વીરો ને વંદન કરું છું અને કપરાડા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને તાલુકામાં અને ઉત્તરોત્તર પ્રગતિ માં આપણે સૌ પોતાનું યોગદાન આપે એવી શુભકામના  આપી હતી.


સ્કુલ બાળકો દ્વારા દેશ ભક્તિ ગીતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને કપરાડા મામલતદાર કલ્પેશભાઈ સુવેરા દ્વારા  પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવિયા હતા. આ પ્રસંગે કપરાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડામોર, તાલુકા વિકાસ અધિકારી આર. પી.પટેલ , ફોરેસ્ટ અધિકારી આરોગ્ય વિભાગ,અંગણવાડી વર્કરો, ગ્રામજનો,શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..