Back

હળવદમા ૭૧ માં ગણતંત્ર દિવસની સાંદિપની ઈંગ્લીશ સ્કુલમાં ઉજવણી કરવામાં આવી હતી

૭૧ માં પ્રજાસત્તાક પર્વની હળવદમા ધામધૂમથી ઉજવણી

હળવદમા ૭૧ માં ગણતંત્ર દિવસની સાંદિપની ઈંગ્લીશ સ્કુલમાં ઉજવણી કરવામાં આવી હતી

જેમાં એલ,કે,જીથી ધો.૧૨ સુધીના ૧૫૦૦ જેટલા બાળકોએ પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો અને ૨૦૦થી વધુ બાળકોને પ્રમાણપત્ર આપી આપી સન્માનિત કર્યા હતા તો આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર સંકુલનું વાતાવરણ દેશભક્તિ રંગે રંગાઈ ગયું હતું.

હળવદની સાંદિપની સ્કૂલમાં રાષ્ટ્ર ધ્વઝ ફરકાવી સલામી આપી હતી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કુલમાં ગણતંત્ર દિવસ નિમિત્તે LKG થી લઈને ધોરણ ૧૨ સુધીના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ગોળાફેક,ચક્રફેક,કોથળા દોડ,લાંબી દોડ,૧૦૦મી દોડ,અલગ અલગ રમતો તેમજ ગરબા,નાટકો સાથે જુદાં જુદાં સાસંકૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ૨૦૦ થી વધારે વિજેતા જાહેર થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર,શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંદિપની સ્કુલ ના એમડી હિતેન ભાઈ ઠક્કર તેમજ સાંદિપની  સ્કૂલના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..