Back

નવયુગ વિદ્યાલય જંબુસર માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

નવયુગ વિદ્યાલય ધ્વારા આજરોજ જંબુસર માં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ડંમ્બેલ્સ, લેઝીમ, ડ્રમ ના તાલ સાથે તથા જુદા જુદા વેશ માં એક્તાની ભાવના તથા હાથમાં બેનરો તથા સુત્રોચાર સાથે નિકળેલી રેલી શહેરમાં આકષૅણ નું કેન્દ્ર બની હતી. 

 ત્યાર બાદ ધ્વજ વંદન કાયૅક્રમની શરૂઆત પ્રાથૅના - તેરી પનાહમે હમે રખના થી થઇ પછી મહેમાનો ધ્વારા દિપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહેમાનોમાં જંબુસર નગરપાલિકા સદસ્ય શ્રી મનનભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન દુબે, નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી શૈલેશભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્યો શ્રી જીગરભાઈ પટેલ, શ્રી  વિનોદભાઈ  વસાવા, શ્રી હરેશભાઈ રબારી, શ્રી વિશાલભાઈ પટેલ, શ્રી બ્હ્માજી શ્રી ભાવેશભાઇ રામી, શ્રી પ્રવિણભાઈ દુબે ,શ્રી પ્રતાપભાઈ સોની,  નવયુગ વિદ્યાલય ના નિવૃત્ત શિક્ષક શ્રી જી. સી. પંચાલ સાહેબ, શ્રી જીતુભાઈ મકવાણા, શ્રી રણછોડભાઈ પઢિયાર વિગેરેનું ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ " " એ મેરે વતન કે લોગો જરા આંખમેં ભરલો પાની " ગીત વખતે ઉભા રહીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

ધ્વજ વંદન વિધિ નગરપાલિકા સદસ્ય શ્રી મનનભાઈ પટેલના હસ્તે થઈ હતી. આ પ્રસંગે સમાજ સેવક શ્રી પ્રવિણભાઈ દુબે ,શ્રી જી. સી. પંચાલ તથા શ્રી મનનભાઈ પટેલ દ્વારા પ્રેરક અને પ્રાસંગિક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું. 

        અંતે શાળાના આચાર્ય હિતેન્દૃંસિહ ઠાકોરે ઉપસ્થિત મહાનુભાવોનો, આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સાથી કમૅચારી મિત્રોનો અને રજાનો દિવસ હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ તેઓનો અને પ્રેસ મિડીયા ના ભાઈ ઓનો આભાર માન્યો હતો.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..