Back

હળવદમા વિવેકાનંદ સાયન્સ એકેડેમી દ્વારા બે દિવસ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરાયું

હળવદમા વિવેકાનંદ સાયન્સ એકેડેમી દ્વારા બે દિવસ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરાયું

હળવદ :- વિવેકાનંદ સાયન્સ એકેડેમી  ( ન્યુ એરા વિદ્યાલય)  દ્વારા 71 માં પ્રજાસત્તાક દિનની  અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ 25,26 જાન્યુઆરીએ સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ફૂલ ટાઈમ ભવ્ય,દિવ્ય,અને રમ્ય કાર્યક્રમ રૂપી મેઘધનુષ્યના સાત રંગોથી શાળા સંકુલ સવાઈ જશે.જેમાં આજની વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગે છે બાળકમાં  સમજણ આવે ત્યારથી એને કોઈજ સમજણ ન પડે ત્યાં સુધી મોબાઈલની માયાજાળમાં ફસાઈ  પબજી ગેમ અને વ્યશનના રવાડે ચડી મૂળ વ્યવસાય ભૂલી જાય છે ત્યારે તેની સામે અનેક પડકારો ઊભા હોય એવાં સમયે એનામાં ભગવાને કોઈને કોઈ સ્કીલ આવડત જન્મજાત હોય એને બહાર લાવા માટે વિવેકાનંદ સાયન્સ એકેડેમી હળવદ શાળા સંકુલમાં SDP અર્થાત "સ્કીલ ડેવલમેન્ટ પ્રોગ્રામ" નામનો બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સ્ટોલ દુકાનમાં ધંધો સ્વયં વિદ્યાર્થીઓ જ કરશે.એને ગ્રાહક અને વેપારીની કડીની જોડશે.અને ભવિષ્ય તરફ વિચાર વિમર્શ કરી શકશે. આમ આ મેગા મોલમાં ઇલેક્ટ્રિક, ખાણીપીણી,કોસ્મેટિક, ફોર વ્હીલ વાહનો, કિડ્સ ઝોન,ફ્રૂટ બજાર, સ્ટેશનરી, આયુર્વેદિક મેડિકલ,લક્કી ડ્રો ઈનામ,જેવી વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવેલ  અને આ સ્ટોલની જે આવક આવશે તે વિદ્યાર્થીઓ શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવા ફંડમાં આપી દેવામાં આવશે.જેથી રાષ્ટ્રીય ભક્તિની સાચા્ અર્થમાં ઉજવણી કરી કહેવાય  આબ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીગણ શિક્ષણઞણ અને ટ્રસ્ટી ગણ જહેમત ઉઠાવી રહ્યા છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..