Back

કમ્બોઈ ગામે બહુચરાજી માતાની પ્રથમ વાર્ષિક તિથિ ઉજવવામાં આવી

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

    કમ્બોઈ ગામે બહુચરાજી માતાની પ્રથમ વાર્ષિક તીથી ઉજવવામાં આવી .

   મહા સુદ ૨ને સવંત ૨૦૭૫મા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી .

     જે આજે સવંત ૨૦૭૬ને ૨ હોવાથી માતાજીની તીથી ઉજવવામાં આવી હતી .

    માતાજીના ભક્તો દ્વારા હવનનુ આયોજન કરવામા આવ્યુ હતુ .તેમજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામા આવી હતી .

      સોલંકીઓની કુલદેવી હોવાથી કમ્બોઈ ગામે મહતમ સોલંકીઓ હોવાથી માતાજીની તીથી ધામધૂમથી ઉજવવામાં આવી હતી તેમજ માતાજીના જય ઘોષ સાથે ધજા પણ બદલવામાં આવી હતી .

  '  આ પ્રસંગે ગામમાંથી દરેક સમાજના લોકો જોડાયા હતા તેમજ ભોજન પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા .

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..