Back

આહવાના શિવઘાટ પાસે પીકઅપ બાઇક સાથે અથડાતાં બાઈક ચાલકનું મોત

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

પીકઅપ પૂર ઝડપે હતી વઘઇ તરફ આવી રહી હતી આહવા નજીક રાજ્ય ધોરીમાર્ગ ના શિવ ઘાટ વિસ્તારમાં વઘઈ તરફ પૂરપાટ ઝડપે જઇ રહેલ પીકઅપ ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર આહવા તરફ થી વઘઇ તરફ જતા માર્ગ ઉપર આવેલ છે શિવ ઘાટ પાસે થી પુરપાટ ઝડપે પસાર જતી પીક અપ નંબર જીજે 14 એક્સ 6839 ના ચાલકે સામે થી આવી રહેલી બાઈક જી.જે.30 ડી 2837 ના ચાલક રાજુભાઈ દેશમુખ ઉમ્ર 30 વર્ષને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ઘટનાની જાણ આહવા પોલીસને થતા મહેન્દ્ર ટેમ્પા ના ચાલક ઈબ્રાહીમ પઠાણ ની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..