Back

કમ્બોઈ ગામે ૨૬મી જાન્યુઆરીના પાવન પ્રસંગે ધ્વજ વંદન કરવામા આવ્યુ

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

     કાંકરેજ તાલુકાના કમ્બોઈ મુકામે પ્રાથમિક સાળામા ધ્વજ વંદન કરવામા આવ્યુ .

        ૭૧મા પ્રજાસત્તાકા દિને કમ્બોઈ ગામમા અનેક જગ્યાએ ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ .

      વહેલી સવારે કમ્બોઈ પ્રાથમિક સ્કૂલના શિક્ષક શ્રી સોમજી સવજી સોલંકીની રાહબર નીચે ગામ ફરતે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી .

     સ્કૂલમાથી ગામફરતે પોલીસ ચોકી , ગ્રામ પંચાયત થી ફરી પાછી સ્કૂલમા આવી પહોચી હતી .

      સ્કૂલમા ધ્વજ વંદન કરી બાળકો દ્વારા સંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામા આવ્યા હતા .

    જેમા દેશ ભક્તિ ગીતો ઉપર ડેન્સ , એક પાત્રીય અભિનય દ્વારા શિક્ષણનુ મહત્વ જેવા અનેક સંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામા આવ્યા હતા .

   ત્યા ઉપસ્થિત ગામજનો દ્વારા બાળકોને પુરસ્કારો તથા રોકડ ઇનામની પણ વણ્ઝાર બોલવી હતી .

    આમ , કમ્બોઈ ગામમા ખૂબ ધૂમધામ થી ૨૬મી જાન્યુઆરી ઉજવવામાં આવી .

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..