Back

શકત શનાળા પ્રાથમિક શાળામાં 71 મો પ્રજાસત્તાક દિન ઉત્સાહભેર ઉજવાયો

 રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ને ઉજાગર કરવા તથા સરકારશ્રીનાં અભિગમ ને સાકાર કરવા શકત શનાળા પ્રા.શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્રારા આયોજિત 71 મા ગણતંત્રદિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

        ગામની સૌથી વધુ ભણેલી દિકરી કુમારી રૂપાલી રમેશભાઈ શિરવી(Bsc.B.Ed.)નાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.રાષ્ટ્રગીત,ઝંડાગીત અને વંદે માતરમ ગીત નાં ગાન સાથે નારા અને પ્રસંગને અનુરૂપ બાલદેવો દ્રારા વક્તવ્યો આપવામાં આવ્યાં.

         આ પ્રસંગે ખાસ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરી અને તેનાં માતાને ઉપસ્થિત રાખી તેઓનું અને કુમારી રૂપાલી નું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ.

   વર્ષ દરમ્યાન જુદી-જુદી પ્રવૃત્તિઓ મા ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યુ તથા પ્લોટ શાળામાં અભ્યાસ કરતી કુમારી માધવી રમેશભાઈ સોલંકી જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મળતા તેંનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ.

          આ પ્રસંગે શકત શનાળા ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી વિપુલભાઈ જીવાણી,ગામઆગેવાનો,એસ.એમ. સી.સભ્યશ્રીઓ,વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમ નાં અંતમાં મીઠાઈ વહેંચણી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતુ.

         કાર્યક્રમ ને સફળતા બક્ષવા શકત શનાળા પ્રા.શાળા પરિવાર નાં સૌ શિક્ષક ભાઈ-બહેનોને ભારે જહેમત ઉઠાવી હતી.

DhavalTrivedi 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..